Welcome

Welcome
Welcome to my Kakar Primary School Blog. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા અહીં વહે.

Saturday, 10 August 2013

આપણુ ગુજરાત



આપણું ગુજરાત


·        સ્થપના : 1 મે 1960
·        પંચાયતી રાજનો અમલ : 1 એપ્રિલ 1963
·        પ્રથમ રજ્યપાલ : શ્રી મહેંદી નવાજ્જંગ
·        પ્રથમ મુખ્યમંત્રી : ડૉ. જીવરાજ મહેતા
·        પ્રથમ પાટનગર : અમદાવાદ
·        વર્તમન પાટનગર : ગાંધીનગર
·        વર્તમાન મુખ્યમંત્રી : શ્રી નરેંદ્રભાઇ મોદી
·        ક્ષેત્રફળ : 1,96,024 ચો.કિમિ.
·        સૌથી વધુ સાક્ષરતા : અમદાવાદ
·        સૌથી ઓછી સાક્ષરતા : દાહોદ
·        સૌથી વધુ વસ્તી : અમદાવાદ
·        સૌથી ઓછી વસ્તી : ડાંગ
·        વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો : કચ્છા
·        વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો : ડાંગ
·        મહાનગર પાલિકા : 8
·        નગર પાલિકા : 85
·        વિધાનસભની બેઠકો : 182
·        લોકસભાની બેઠકો : 26
·        રાજ્યસભાની બેઠકો : 11



નદી કિનારે વસેલા શહેરો

નદી
શહેર
મચ્છુ
મોરબી
ગોંડલી
ગોંડલ
ગોમતી
દ્વારકા
ભોગાવો
વઢવાણ
સરસ્વતી
સિધ્ધપુર
હાથમતી
હિંમતનગર
મેશ્વો
શામળાજી
પૂણ્રા
નવસારી
સાબરમતી
ગાંધીનગર,અમદાવાદ,મહુડી
પુષ્પાવતી
મોઢેરા
નર્મદા
ભરુચ
ઔરંગા
વલસાડ
તાપી
સુરત
વિષ્વામિત્રી
વડોદરા




·  

ગુજરાતની નદીઓ


P.R

ગુજરાતમાં નાની મોટી કુલ મળીને 185 નદીઓ છે અને તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે.
1) અરવલ્લી પર્વતમાળાની નદીઓ
2) સાબરમતી અને મહી નદીઓ
3) દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ

(1) અરવલ્લીની પર્વતમાળાની નદીઓ :


બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં થઈને વહે છે. આ નદીની લંબાઈ 150 કિ.મી. છે. બનાસ નદી ઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઈ 270 કિ.મી. છે.

P.R

(2) સાબરમતી અને મહી નદીઓ :


સાબરમતી અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. તે સાબરકાંઠા અને ખેડા જીલ્લામાં થઈને વહે છે. તે 300 કિ.મી. લાંબી છે. સાબરમતી નદીને ખારી, ભોગાવો, શેઢી, માઝમ, ચાંધેરી, મેશ્વો, વાત્રક મળે છે. વેકેરીયા પાસેથી તેને હાથમતી મળે છે અને તે પણ સાબરમતી તરીકે ઓળખાય છે.

મહી નદી મધ્ય ગુજરાતની નર્મદા અને તાપી બાદ ત્રીજા નંબરની મોટી નદી છે. આ નદી વિંધ્યના પર્વતમાં મેહદ સરોવરમાંથી અંઝેરા નજીકથી નીકળે છે. આ નદી 500 કિ.મી. જેટલી લાંબી છે.

(3) દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ:


મધ્યપ્રદેશના બિલાસપુર જીલ્લામાંના વિધ્યં પર્વતમાંથી અમર કંટક નામના ડુંગરમાંથી નીકળે છે. ગુજરાતની સૌથી મોટી નર્મદાની લંબાઈ 1280 છે. આ હાફેશ્વર પાસે ગુજરાતમાં પ્રવેશ કરે છે. આ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈને વહેતી હોવાથી સહિયારી નદી છે. ગુજરાતની અંદર આનો પટ 150 કિ.મી. જેટલો છે. નર્મદા નદી પર નવાગામ પાસે નર્મદા યોજના વિકસાવવામાં આવેલ છે. આ દેશની સૌથી મોટી બહુહેતુક યોજના છે. નર્મદા નદીને કિનારે કબીરવડ જેવા બેટ અને શુક્લતીર્થ જેવા ધાર્મિક સ્થળો પણ વિકસેલા છે.

નર્મદા બાદ તાપી ગુજરાતની બીજી સૌથી મોટી નદી છે. તે પણ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિ.મી. છે. તાપી હરણફાણ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. આ નદીપર કાંકરાપાર અને ઉકાઈ પાસે બંધ બાંધીને સિંચાઈ કરવામાં આવે છે.

દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓમાં ઢાંઢર, વિશ્વામિત્રી, કીમ, પૂર્ણા, અંબિકા, બંકી, ઔરંગા, પાર, કોલક, મીંઢોળા અને દમણગંગાને ગણાવી શકાય છે. દમણગંગા ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી છે. 




ભૌગોલિક ગુજરાત : સ્થાન, સીમા અને વિસ્તાર



·        સ્થાન : ભારતના પસ્ચિમ ભાગમાં, અરબ સાગરના કિનારે
·        અક્ષાંશ : 20 1 થી 24 7 ઉતર અક્ષાંશ
·        રેખાંશ : 68 4 થી 74 4 પૂર્વ રેખાંશ
·        કર્કવ્રુત : પ્રાતિજ અને હિંમત્નગર વચ્ચે થી
·        ક્ષેત્રફળ : 1,96.024 કિમિ.
·        ઉતર-દ્ક્ષિણ લંબાઇ : 590 કિ.મિ.
·        પૂર્વ પસ્ચિમ પહોળાઇ : 500 કિ.મિ.
·        દરિયાઇ સીમા : 1600 કિ.મિ.
·        અખાત : પસ્ચિમે કચ્છનો અખાત અને દ્ક્ષિણે ખંભાતનો અખાત
·        મહાબંદર : કંડલા
·        મધ્યમ કક્ષાના બંદરો : માંડવી,નવલખી,બેડી,ઓખા,પોરબંદર,વેરાવળ,
o       ભાવનગર
·        વિકસતાં બંદરો : વાડીનાર,પીપાવાવ,દહેજ
·        આંતરરાષ્ટિય હવાઇ મથક : અમદાવાદ



સૌથી મોટું

·        મોટો જિલ્લો : કચ્છ
·        મોટો જિલ્લો(વસ્તીમં) : અમદાવાદ
·        મોટો પુલ : ગોલ્ડન બ્રીજ
·        મોટો પ્રાણિબાગ : કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક
·        મોટો મહેલ : લક્ષ્મિવિલાસ પેલેસ
·        મોટો મેળો : વૌઠાનો મેળો
·        મોટી ઔધોગિક વસાહત : અંકલેશ્વર
·        મોટી ડેરી : અમૂલ ડેરી
·        મોટી નદી : નર્મદા
·        મોટૂ બંદર : કંડલા
·        મોટી યુનિવસિટી : ગુજરાત યુનિવર્સિટી
·        મોટી સિંચાઇ યોજના : સરદાર સરોવર યોજના
·        મોટી હોસ્પિટલ : અમદાવાદ,સિવિલ હોસ્પિટલ
·        મોટુ ખેત ઉત્પાદન બજાર : ઉંઝા
·        મોટુ રેલ્વે સ્તેશન : અમદાવાદ
·        મોટુ વિમાની મથક : અમદાવાદ
·        મોટુ સરોવર : નળ સરોવર
·        મોટૂ પુસ્ત્કાલય : સેંટ્રલ લાયબ્રેરી
·        લાંબો દરિયા કિનારો : જામનગર જિલ્લામાં
·        લાંબી નદી : સાબરમતી, લંબાઇ-320 કિમિ.
·        ઊંચું પર્વત શિખર : ગોરખનાથ
·        સૌથી વધુ મંદિરોનું શહેર : પાલિતાણા
·        મોટી પ્રકશન સંસ્થા : નવનિત પબ્લિકેશન

No comments:

Post a Comment