Welcome

Welcome
Welcome to my Kakar Primary School Blog. શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાનગંગા અહીં વહે.

Saturday, 5 October 2013

ઉપયોગી શોર્ટ કટ કી

એમ.એસ. વર્ડમાં કી-બોર્ડ શોર્ટ-કટ કી નીચે મુજબ છે.

Ctrl+Right Arrow : એક શબ્દ જમણી બાજુ ખસેડવા
Ctrl+ Left Arrowએક શબ્દ ડાબી બાજુ ખસેડવા
ctrl+ UP Arrow : કર્સેર જે પેરેગ્રફ માં હોય તે પેરેગ્રાફની શરુઆતમાં જવા માટે
Ctrl+ Down Arrow : કર્સેર જે પેરેગ્રફ માં હોય તે પછીના પેરેગ્રાફની શરુઆતમાં જવા માટે
End Key : કર્સેર જે લાઇનમાં હોય તે લાઇનના અંતમાં જવા માટે
Home Key : કર્સેર જે લાઇનમાં હોય તે લાઇનની શરુઆતમાં જવા માટે
Ctrl+ Home Key : ડોક્યુમેંટની શરુઆતમાં જવા માટે
Ctrl+ End Key : ડોક્યુમેંટના અંતમાં જવા માટે

ટેક્ષ્ટ ફોર્મેટીંગના કેટલાક શોર્ટ કટ કી
Ctrl+ Shift+. (fullstop) : ફોંટ સાઇઝ વધારવા માટે
Ctrl+ Shift+ , (કોમા) : ફોંટ સાઇઝ ઓછી કરવા માટે
Ctrl+ ] : ફોંટ સાઇઝ 1 પોઇંટ વધારવા માટે
Ctrl+ [ : ફોંટ સાઇઝ 1 પોઇંટ ઓછી કરવા માટે
Shift+ F3 : અપરમાંથી લોઅર કે લોઅર માંથી અપર કેસ કરવા માટે
Ctrl + Shift + A : બધા કેપીટલ કરવા માટે
Ctrl + Shift + K : બધા સ્મોલ કરવા માટે
Ctrl + B : ફોંટ ઘાટા કરવા માટે
Ctrl + U : અંડરલાઇન કરવા માટે
Ctrl + I : ફોંટ Italic કરવા માટે
Ctrl + Shift + D : ડબલ અંડર લાઇન કરવા માટે
Ctrl + Shift + H : ટેક્ષ્ટને સંતાડવા માટે
Ctrl + = : સબસ્ક્રિપ્ટ બનાવવા માટે ( H2O)
Ctrl + Shift + + : સુપરસ્ક્રિપ્ટ બનાવવા માટે ( a2)
Ctrl + Shift + Z : ફોર્મેટીંગ દુર કરવા માટે
MS WORD  માં કેટલીક અગત્ય્ની શોર્ટ કટ કી

Ctrl + N : નવી ફાઇલ બનાવવા માટે
Ctrl + O : ફાઇલ ખોલવા માટે
Ctrl + S : ફાઇલ સેવ કરવા માટે
Ctrl + P : ફાઇલ પ્રિંટ કરવા માટે
Ctrl + Z : છેલ્લે જે કામ કરેલ હોય તે દુર કરવા માટે
Ctrl + Y : છેલ્લે જે Undo કર્યુ હોય તે કાર્યની અસરમાંથી મુક્ત થવા
Ctrl + X : સિલેક્ટ કરેલી વિગતને Cut કરવા માટે
Ctrl + C : સિલેક્ટ કરેલી વિગતને Copy કરવા માટે
Ctrl + V : Paste કરવા માટે
Ctrl + A : Select All
Ctrl + Fડોક્યુમેંટમાંથી કોઇ શબ્દ શોધવા માટે
Ctrl + H : :  ડોક્યુમેંટમાંથી કોઇ શબ્દ શોધી તે બદલવા માટે
Ctrl + G : ડોક્યુમેંટના કોઇ ચોક્કસ પેજ કે લાઇન પર જવા માટે

વધારાના શોર્ટ કટ કી
Alt + F4 : એકસલ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે
Ctrl + F1સ્ક્રીનમાં જમણી બાજુ દેખાતી ટાસ્ક પેન Hide/Show કરવા માટે
Ctrl + K : માહિતી ને બીજી કોઇ ફાઇલ કે માહિતી સાથે જોડવા માટે
Ctrl + 1 : સેલમાં રહેલ ડેટાને ફોર્મેટીંગ આપવા માટે
Alt + F4 : કોમ્યુટર બંધ કરવા માટે


Thursday, 19 September 2013

ગુજરાતી સુવિચાર

*જે થયું તે સારું થયું,જે થઈ રહ્યું છે,તે સારું જે થઈ રરહ્યું છે.જે થસે તે પણ સારું જ થસે.
-ગીતા



*સત્કાર્યો,માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે.



*જે મનુશ્ય મનને પોતાની હથેળી માં રાખી શકે છે,તેની એ હથેળી માં આખી દુનીયાની દોલત સમાયેલી છે.તેને કદાપી અપુણતા લાગતી જ નથી.


*એ વ્યક્તિ જ મહાન બની શકે છે.જેના હદયમાં માનવપ્રેમ્નું અમ્રુત હોય,જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વરા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપુરવક કામ લેતા હોય.





*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે
-મહાત્મા ગાંધી





*જો તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે.




* ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિસ્ફળતાથી બે ડગલા જ દુર રહી હતી.



*ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે
દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.
-મોહમ્મદ સાહેબ


*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.
-નરસિંહ મહેતા



*બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે
-ટીપુ સુલતાન

*કામને મજુ રી ન બનાવો કામને પ્રાથના બનાવો.
-સ્વામી સુખબોધાનંદ



*હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી ,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્‍ની નજીક પહોચાય છે.
-સ્વામી વિવેકાનંદ


  1. ->ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
  2. ->જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
  3. ->માન હો કે અપમાન,માને સમાન તે મહાન
  4. ->જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો.
  5. ->ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે.
  6. ->મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !
  7. ->તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.
  8. ->જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ
  9. ->જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ
  10. ->જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ
  11. ->જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ


[1] જ્યારે સ્વાસ્થય સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ મંદવાડ આવવાનો શરૂ થાય છે ને તન અને મન પણ સાથ નથી આપતા, એ ભૂલતા નહીં !

[2] સાચી સમજણમા સુખ છે, ગેર સમજણમા નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] આસમાની કે સુલતાની દુખો સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] તમારી ખોટુ બોલવાની આવડત ને લીધે , તમે જે ખોટુ બોલો છો તે પત્ની સાચુ માની લેતી નથી !

[5] તમારા લગ્ન સંસારને ટકાવી રાખવા માટે મૌન રહો, બોલવું જ પડે મનમા બોલીને જ પતાવો !
[6] ચંદ્રમુખી કે સુર્યમુખી લાગતી પત્નીને કાળમુખી થતા વાર નથી લાગતી !

[7] કુમળી વેલ જેમ વ્રુક્ષ ને વીંટળાઇ રહે તેમ ગર્લફ્રેન્ડ ભલે તમને વિંટળાઇ રહે પણ યાદ રાખજો કે વેલને સહારો આપવામા આખરે વ્રુક્ષજ ભીંસાવાનુ છે.

[8] કોઈને સ્વાર્થ વગર પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. લાભ વગર , લાલો નહીં લોટે નથી !

[9] પ્રેમને અને વાસનાને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી વાસના ના વહાણ વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] તમારી ઈચ્છા મુજબ તમારા સંતાનો વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે તમેય ક્યારેક સંતાન હતા ને !

[11] નવી ગર્લ ફ્રેન્ડ ની આરતિ ઉતારવામા કશું ખોટું નથી પણ જુની ગર્લ ફ્રેન્ડને અવગણવામાં પ્રેમનુ જ અપમાન છે, કારણ એ એ જ ગર્લ ફ્રેન્ડ છે જેના સ્મીત પર તમે જ મરતા હતા તેની આંખના આંસુ તમારે જ લુછવાના જ છે !

[12] પત્ની ની હથેળીમાં મૂકેલો પૈસો લાંબો ટકતો નથી, ઉદારતા પણ નહીં. ચુમીઓ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સ્વાર્થના સંબંધો જલ્દી તુટ્તા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. પ્રેમ ટકાઉ સંબંધો લઈને આવતો હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] પ્રેમમા હરીફાઇ હોતી નથી, પ્રેમ મા હારજીત હોતી નથી!

[15] પૈસા કમાવાઇને તુ પરેવાની રોટલી ખાજે , પરસેવો વળે ત્યા સુધી રોટલી ખાતો નહીં !

[16] દરેક ખોટી વાસના નો ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે સબુરી હોવી જોઈએ.

[17] પ્રેમીકા ને પ્રેમ કરતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી આવક અને બીજી પ્રેમીકાનો હાથખર્ચ !

[18] વિધાતાએ દરેકને શ્રાપ આપેલો જ છે, ખાસ કરીને પતિઓને…. કે પત્ની સામે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, મર્દાનગી પણ નહીં, ઝુકવુ જ પડે છે !

[19] પતિ અને પત્ની નો સંબંધ અને સાસરીયા સાથે સંબંધ એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] કલ્પના નો વિસ્તાર અપાર છે. પામે છે કોણ ? સપ્ના ના સૌદાગર . પ્રેમ ક્ષેત્રમાં આવું જ હોય છે, પ્રેમીઓ જ પામી શકે છે, લગે પ્રેમજી ભાઇ !

[21] તમારી બે હાલીની ખબર એક પત્ની અને બીજી પે્મીકાને જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, પ્રેમીકા તેનું નિવારણ !

[22] સત્યવાદી હરીચદ્ર બનવાની ઈચ્છા કોઇની હોતી નથી, પણ ઉપરવાળો કર્મોનો ભોગવટો ભોગવાની ફરજ પાડે છે , તેનો ભય એને સતકર્મો કરવા મજબૂર કરે છે, ખરૂને !

[23] તમે સંસાર પાછળ પડ્યા છો તો મોહ માયા એ આગળ જ રહેવા્ના છે, ભગવાન તમારા થી દુર એ ખ્યાલમાં રાખજો !

[24] મોહીની વશીકરણ થતાં વાર લાગે છે, વળગાડ કારણ વગર પણ થઈ શકે છે !

[25] પ્રેમ કરો કે ન થાય એટલે દુનિયા લુટાઇ જતી નથી , દુઃખી થવાની જરૂર નથી, પ્રેમીઓની પડતીના બીજાં અનેક કારણો છે, એટીટ્યુમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] પ્રેમીઓ માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ રૂપ, રસ, ગંધ , સ્પર્શ અને સંવનની છે, ચાન્સ મળે પૂરી કરો, તેઓ તુપ્ત થશે અને તુપ્ત કરશે !

[27] તમારી પત્નીને વિધવાની જેમ અને સંતાનોને અનાથબાળકો જેમ ટ્રેઇન કરો એટલે તમે નહીં હો તો કશું જ અટકી જશે નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે સંસાર નો ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] હુ તમારી છોકરી ને ચાહુ છુ એમ કહેવુ એ કોઇની છોકરીને ભગાડી જવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી સુખનો આધાર તમેજ છો બીજા તમને સુખી કરશે , એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવી માં ક્યાંય મળતી નથી, ને વેચી શકાય માત્રુત્વ કદી હોતું નથી !

 

1] જ્યારે બધું સારું હોય છે, ત્યારે બધું જ સારું હોય છે, પણ સહેજ અંધકાર આવવાનો શરૂ થાય છે ને પડછાયો પણ સાથ નથી આપતો, એ ભૂલતા નહીં !

[2] બીજના ચંદ્રનો જ વિકાસ થાય છે, પૂનમના નહીં. આ વાત ભૂલતા નહીં !

[3] વાવાઝોડાં સામે ઝૂકી જવામાં હંમેશાં ફાયદો જ છે, એના ગયા પછી પુનઃ ટટ્ટાર થઈ શકાય છે, ટટ્ટાર જ રહીએ તો પુનઃ ઊભા થવાનો અવકાશ રહેતો નથી !

[4] ભગવાનનો પાડ માનો કે તમે જે અનુમાનો બાંધો છો તે બધાં સાચાં નથી પડતાં !

[5] તમારા શબ્દનો મહિમા કરવા માટે ચૂપ રહેવાનું રાખો, બોલવું જ પડે તો ખૂબ ટૂંકાણમાં જ પતાવો !
[6] સવારે જ ખીલેલું ફૂલ સાંજે કરમાઈ જાય છે, યાદ રાખો. સતત ખીલેલું કશું જ રહેતું નથી !

[7] બીજાના જોરે પ્રકાશિત થવામાં વાંધો તો કશો હોતો નથી, પણ ક્યારેક જ પૂર્ણ પ્રકાશિત થવાનો મોકો મળે છે, બાકી તો દિવસે દિવસે વેતરાતું જ જવાય છે, ચંદ્રને ઓળખો છો ને ?

[8] કોઈને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. નહીં કરી શકો. એ ફોરમ જેવો સહજ છે, પ્રયત્નથી થતો નથી !

[9] પ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !

[10] આપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !

[11] ઊગતા સૂર્યને પૂજવામાં કશું ખોટું નથી પણ ડૂબતા સૂરજને નકારવામાં એ ઊગતા સૂરજનું જ અપમાન છે, કારણ એ એ જ સૂરજ છે જેને સવારે તમે જ પૂજ્યો હતો ને કાલે પાછો એ ઊગવાનો જ છે !

[12] હથેળીમાં મૂકેલો બરફ લાંબો સમય રહેતો નથી, ઠંડક પણ નહીં. હૂંફ મૂકી હશે તો યાદગાર બનશે, પ્રયાસ કરજો !

[13] સમયના વહેણની સાથે સાથે કેટલાક સંબંધો પણ વહી જતા હોય છે, એની ચિંતા કરવાની જરૂર નથી. વહેણ પોતાની સાથે કેટલાક નવા સંબંધો પણ લઈને આવ્યું જ હોય છે. એને સંભાળી લેવાની જરૂર છે !

[14] સત્યની સ્પર્ધા હોતી નથી, સત્ય સ્પર્ધામાં હોતું નથી, સત્ય સ્પર્ધક નથી, એ નિતાંત છે, નિશ્ચલ છે !

[15] પૈસા કમાવામાં કોઈ કસર નહીં કરતાં, પણ એટલું સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના લોટની જ બને છે, સુવર્ણરજની નહીં !

[16] દરેક ઉભરો શમી જ જતો હોય છે, માત્ર તમારી પાસે ધીરજ હોવી જોઈએ.

[17] બાળકને રમાડતી વખતે બે બાબતો ભૂલશો નહીં : એક તો તમારી ઉંમર અને બીજી બાળકની ઊંમર !

[18] પરશુરામે કર્ણને આપેલો શાપ આજે પણ દરેકને મળેલો જ છે, ખાસ કરીને રાજકારણીઓને…. કે અંતિમ સમયે કોઈ જ વિદ્યા કામમાં આવતી નથી, પૈસા પણ નહીં, મરવું જ પડે છે !

[19] લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી એ બન્ને અલગ અલગ છે, વિચારજો !

[20] દરિયાની સમૃદ્ધિ અપાર છે. પામે છે કોણ ? જાનની બાજી લગાવી દેનાર મરજીવા. દરેક ક્ષેત્રમાં આવું જ હોય છે, મરજીવા જ પામી શકે છે, લગે રહો !

[21] તમારી હાલતની ખબર એક માતાને અને બીજી પત્નીને પડી જતી જ હોય છે. પત્ની એનાં કારણ શોધે છે, મા તેનું નિવારણ !

[22] બેસણામાં આવવાની કોઈની ઈચ્છા હોતી નથી, પણ ત્યાં જે હાજરીપત્રક રાખવામાં આવે છે, તેનો ડર એને ત્યાં આવવા મજબૂર કરે છે, વિચારજો !

[23] તમે જેની પાછળ પડ્યા છો એ આગળ જ રહેવાનો છે, એ ખ્યાલમાં રાખજો !

[24] દોસ્તી કારણથી પણ થતાં વાર લાગે છે, દુશ્મની કારણ વગર પણ થઈ શકે છે !

[25] લગ્ન ન કરો કે ન થાય એટલે જીવન ખાલી ખાલી નથી થઈ જતું, દુઃખી થવાની જરૂર નથી, એને માટે બીજાં અનેક કારણો છે, વિચારોમાં ફેરફાર કરો, સુખી થશો, કરશો !

[26] વૃદ્ધજનો માટે સૌથી મોટી ભૂખ અને સૌથી વધારે ભૂખ સાંભળનારની છે, સમય સાંપડ્યે પૂરી કરો, તેઓ સુખી થશે અને તમે સુખી બનશો !

[27] તમારા હોવાથી કશું ચાલતું નથી એટલે તમે નહીં હો તો કશું જ અટકી જવાનું નથી, એ યાદ રાખીને જીવતાં શીખો, તમારે ભાર રાખીને ફરવાની જરૂર નથી, એ સમજો બને એટલા જલ્દીથી !

[28] કોઈની હથેળીમાં રૂપિયા મૂકવા એ ઝૂંટવી લેવા કરતાં પણ વધારે હિંમતનું કામ છે.

[29] તમારી મહત્તાનો સ્વીકાર ઘરના સભ્યો કરે, એવી અપેક્ષા રાખશો તો દુઃખી રહેવા માટે બીજા કોઈ કારણની તમારે ક્યારેય જરૂર નહીં પડે !

[30] ખરીદી શકાય એવું સુખ ક્યાંય મળતું નથી, ને વેચી શકાય એવું દુઃખ હોતું નથી !

 


Sunday, 1 September 2013

સામાન્ય જ્ઞાન

અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા
નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ
અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી
ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં
ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?
— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ
ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?— સાબરમતી
ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— પચ્ચીસ
ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ
ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર
ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ
ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ
ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા
ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ
ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં
ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?— દસ
ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?—
ચોરવાડનો પ્રદેશ
ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ
તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા
સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ
ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ
ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં
ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી
ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં
ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો
ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો
ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી
ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10
ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?— 11
ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ
ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી
ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં છે?— મોરબી
લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી
સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં
કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ
ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ
છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા
ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?—
કચ્છના નાના રણમાં
સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ
આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?— ખેડા
ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર
દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત
પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ
પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક
બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં
ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર
મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં
બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર
મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી
આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ
રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ
દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ
ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા
નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?—
223,25
પાટણ કઇ નદી પર વસેલું છે?— સરસ્વતી
ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર
ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024
મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું
વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા
સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર
વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ
લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં
મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું
કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક
વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું
ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?—
ખેડા
ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— 942
દૂધસાગર ડેરી કયા શહેરની છે?— મહેસાણા
ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા
ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-8
સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં
દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ
સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ
સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર
કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ
પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ગોધરા
ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— આહવા
ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર
સુરત કઇ નદી પર વસેલું છે?— તાપી
હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ
વડોદરા કઇ નદી પર વસેલું છે?—વિશ્વામિત્રી
મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ
જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર
સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?— 7 (સાત)
ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ